top of page
Search

શું!!! સમય થોભી શકે છે?

હા, સમય થોભી શકે છે.  


આજે બીજાને અને ખાસ તો પોતાને જોતાં એવું જાણવા મળ્યું છે કે, "સમય માટેની આ ભાગદોડમાં સમયને સાંભળે એવો સમય કાઢવા માટે પણ આપણી પાસે સમય નથી."  


ree

બધા માને છે કે આપણે હંમેશા સમયની આગળ રહેવું જ જરૂરી છે, નહીંતર આપણે પાછળ રહી જઈશું. આથી હું તો માનું છું કે આપણે જીવનમાં સમયને થોભાવનારી કલાને ખરેખર શીખવી જોઈએ. અને એ કલા છે દોડ (Running).  


જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે "સમય થોભી શકે છે." દોડતી વખતે હું મારા દૈનિક સમયના ચક્રથી કપાઈ જાઉં છું. દોડતી વખતે મને એવી વાતો માટે સમય મળે છે જે કદાચ હું તેના વિશે કદી જીવનમાં ન વિચારી શકત. જ્યારે હું દોડવાનું શરૂ કરું છું તો લાગે છે કે હું આવું શા માટે કરું છું, પણ એક કિલોમીટર પછી લાગે છે કે આવું હું હંમેશા શા માટે નથી કરતો.  


સૌથી વધારે મને એ ગમે છે કે જ્યારે હું દોડતો હોઉં ત્યારે મારી નજરે એવી-એવી વસ્તુઓ અને મગજમાં એવા વિચારો આવે છે, જેનાથી પ્રેમ થઈ જાય છે. ખાસ તો દોડતી વખતેના વિચારોથી તમે પોતાના વિશે જાણવાનો પણ સમય કાઢી શકો છો.  


ree

દોડવામાં પણ જો પ્રેમાળ સાથીઓ અને સલાહ મળી જાય તો દોડવાની મજા જ કંઈક અલગ છે. આવો જ કંઈક અનેરો અનુભવ મેં CRGમાં જોડાયા બાદ કર્યો. દોડના લીધે જ મને ઘણા એવા વહાલા લોકો મળ્યા કે જેને હું મારા વતનથી 400 કિલોમીટર દૂર પોતાનો પરિવાર કહી શકું છું.  


તમે જ્યારે આ સમય થોભાવનારી કલાનો ઉપયોગ કરતા હોવ છો ત્યારે તમારી આજુબાજુની પ્રકૃતિ સાથે ન તૂટે એવા સંબંધમાં સાંકળાય જાઓ છો. પ્રકૃતિ માટે તમારી લાગણી એટલી હદે વધે છે કે તેની અસર હકારાત્મક રીતે તમારા જીવનમાં ઘણી જગ્યાએ પડે છે અને તે તમારા જીવનને પ્રકાશમય બનાવે છે.  


આથી મારો બધાને એ જ અનુરોધ છે કે આપણે આ જીવનને નવો જન્મ આપનાર કલાનો ઉપયોગ પોતે અને પોતાના પરિવારજનો માટે પૂરેપૂરો કરવો જોઈએ.  


આભાર. 

તમારો વહાલો,  

પાર્થ

 
 
 

1 Comment


તારો લેખ વાંચીને મને પણ મન થયું કે હું દોડવાનું શરુ કરું. Time truly stands still when we connect with ourselves. Keep writing, તું એકદમ soulful લખે છે!"

Like
bottom of page